રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
આજ રોજ તિલકવાડા ખાતે ખ્વાઝા મોઇનુંદ્દીન ચીસ્તી વિસે અભદ્ર ભાશા નો પ્રયોગ કરનાર અમિસ દેવગન સામે કાયદેસર ની કાર્યવાહી કરવા માટે તિલકવાડા તાલુકાના મેવાસ ના મુસ્લિમ સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે.
અમિસ દેવગણ દ્વારા અખંડતા તોડવાના બદ ઈરાદા થી આયોજન પૂર્વક સડયંત્ર રચી ને ખ્વાઝા મોઇનુંદ્દીન ચીસ્તી વિસે અભદ્ર અને અશોભનીય ભાશા નો ઉપયોગ કરી દેશમાં મુસ્લિમ ધર્મ ની લાગણી દુભાવી છે અને સમાજ માં બે કોમ વચ્ચે દુસમનાવટ ઉભી કરવાના પ્રયત્નો કરવામાં આવેલ છે જ્યારે ખ્વાઝા મોઇનુંદ્દીન ચીસ્તી વિસ્વં વિખ્યાત સૂફી સંત છે તેમની દરગાહ દેશવાસીઓ ની આસ્થા નું કેન્દ્ર છે જ્યાં દરેક ધર્મ અને જ્ઞાતિ ના લોકો તેમજ પોલિટિકલ લીડર નેતા અભિનેતા આમિર ગરીબ સર્વે પુરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે હાજરી આપે છે તેમજ દરગાહ ઉપર પણ કોઈ પણ નાત જાત નો ભેદ ભાવ રાખવામાં આવતો નથી આવા સૂફી સંત માટે ઈરાદા પૂર્વક અભદ્ર ભાસા નો ઉપયોગ કરી દેશ વાસીઓની લાગણી દુભાવી ને બે સમાજ વચ્ચે મત ભેદ ઉભા કરનાર અમિસ દેવગણ સામે કડક માં કડક પગલાં લેવામાં આવે તે માટે તિલકવાડા ખાતે મેવાસ મુસ્લિમ સમાજ ના હોદ્દેદારો તથા મુસ્લિમ સમાજ ના આગેવવાનો તથા જિલ્લા ના તમામ મુસ્લિમો ની લાગણી અને માંગણી સાથે તિલકવાડા પોલીસ સ્ટેશન માં પી.એસ.આઈ (એ.એમ.પરમાર) ને અરજી આપવામાં આવી છે સાથે જ તિલકવાડાં મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અમિસ દેવગણ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી થાય એવી મેવાસ મુસ્લિમ સમાજ ની માંગ છે.