રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદના કણબીપરા વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષના યુવાન હળવદની મકારી હનુમાનજી મદિર પાસે આવેલ વાડીમાં પાણીની મોટરમાં અચાનક ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ આજુબાજુના ખેત મજુરોને થતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને મૂતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવીને ડોક્ટરએ પી. એમ. કર્યા બાદ લાશને પરિવારજનો સોપેલ હતી.
મોરબી જિલ્લાના હળવદના કણબીપરા વિસ્તારમાં રહેતા ખેડૂત ઘનશ્યામભાઈ પારેજીયાનો ૨૬ વર્ષ પુત્ર ધર્મેન્દ્રભાઈ પારેજીયા પટેલ હળવદના ઘનશ્યામગઢ રોડ ઉપર આવેલ મકારી હનુમાનજી મંદિર પાસે વાડીમાં પાણીની મોટર ચાલુ કરતાં અચાનક ઈલેક્ટ્રીક શોટે લાગતા ધર્મેન્દ્રભાઈ પારેજીયા પટેલનુ ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ. બનાવની જાણ આજુબાજુના ખેતમજુરોને થતા ઘટનાસ્થળે દોડી મૃતકની લાશને હળવદની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી ત્યાં ફરજ પરના ડોક્ટરે પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશનના પી.આઈ એ.કે. દેકાવાડીયાએ તાત્કાલિક હળવદ બીટ જમાદાર ભરતભાઈ આલ અને પોલીસ કોસ્ટેબલ અરજણભાઈ ભરવાડને સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. વધુ તપાસ હાથ ધરી હતી ત્યાર બાદ ફરજ પરના ડોક્ટર એ મૃતકની લાશને પીએમ કરી લાશને પરિવારજનોને સોંપી હતી. આ બનાવની જાણ હળવદ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન જશુભાઈ પટેલ, વિપુલ ભાઈ એરવાડીયા, અશોકભાઈ પટેલ સહિતના થતા પાટીદાર સમાજના આગેવાનોઓ સરકારી હોસ્પિટલે ખાતે દોડી આવ્યા હતા. બનાવના પગલે પરિવારજનોમાં અને પટેલ સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ.