નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે વાહન ચેકિંગનો કડક અમલ કરવામાં આવ્યો.

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

આજરોજ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે શ્રેષ્ઠ ભારત ભવન પાસે આવેલી ચેકપોસ્ટ પર પીએસઆઇ શ્રી કે પાઠકની અધ્યક્ષતામાં પોલીસ સ્ટાફ દ્વારા આ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન વાહન ચાલકોના આઈડી પ્રુફ તથા વાહનોના અગત્યના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા તથા જે લોકોએ માસ્ક પહેર્યા ન હતા તેવા લોકોને સરકારશ્રીના આદેશ મુજબ દંડ કરવામાં આવ્યો હતો તથા માસ્ક આપવામાં આવ્યા હતા તેમજ લોકડાઉનનો ચુસ્ત પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી જેને લઈને વાહનચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો જોકે અમુક લોકોએ પોતાની વગ તથા ઓળખાણો બતાવવાનો પી.એસ.આઇ સમક્ષ પ્રયાસ કર્યો હતો તેમ છતાં પણ પોલીસ એકના બે ન થતા નિયમ અનુસાર કામગીરીમાં વ્યસ્ત રહી હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *