બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સુરત બંદોબસ્ત માથી આવેલા બે એસ.આર.પી જવાનો કોરોના પોઝિટિવ નીકળતા સમગ્ર ગ્રુપ મા ચિંતા
નર્મદા જિલ્લા મા કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા 34 પર પહોંચી
એસ.આર.પી ગ્રુપના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા પ્રતિબંધાત્મક આદેશો નર્મદા કલેક્ટરે જાહેર કર્યા.
સુરત ખાતે પોતાની ફરજ બજાવવા ગયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા ના હેડકવાર્ટર ગણાતા કેવડીયા કોલોનીના એસ.આર.પી ગ્રુપ મા ફરજ બજાવતા જવાનો એક પછી એક કોરોના પોઝિટિવ નીકળતા તંત્ર મા ભારે દોડધામ મચી જવા પામી છે.ગતરોજ બુધવારે એસ.આર.પી નો એક જવાન કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે બીજા જવાન નો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા એસ.આર.પી કંપની મા ફફડાટ ફેલાયો છે .અને આ સાથે જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઓની સંખ્યા વધી ને 34 ઉપર પહોંચી છે.
મળતી માહિતી અનુસાર કેવડીયા કોલોની ખાતે એસ.આર.પી ગ્રુપ મા ફરજ બજાવતો દિનેશ એન.બારીયા ગઇકાલે પોઝિટિવ જાહેર કરાયા હતા ત્યારબાદ ગતરોજ આરોગ્ય વિભાગ દ્વારા 42 સેમ્પલ ટેસ્ટીંગ માટે લેવાયા હતા જેના રિપોર્ટ ગુરુવારે આવતા સુરત ખાતે એક સાથે ફરજ બજાવવા ગયેલા એસ.આર.પી જવાનો પૈકી નો રમણલાલ બી. વાલા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજપીપળા ખાતેની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે .
એસ.આર.પી ગ્રુપ કેવડીયા કોલોનીના જવાનોને ફરજ બજાવવા માટે સરકાર દ્વારા સુરત ખાતે મોકલવા મા આવેલ જયા બંદોબસ્ત ની ફરજ બજાવી આ જવાનો 7 મી જુને સુરત ખાતે થી કેવડીયા કોલોની પરત ફર્યા હતા.જેમાં ગતરોજ એક જવાન કોરોના પોઝિટિવ નીકળતા અને ફરી આજે પણ બીજા જવાન નો રિપોર્ટ પોઝિટિવ આવતા એસ.આર.પી કેમ્પ સહિત તંત્ર મા ભારે દોડધામ મચી હતી.એકસાથે જ જવાનો ફરજ બજાવતા હોય સાથે જ રહેતા હોય શુ અન્ય જવાનો પણ કોરોના ની ઝપેટમાં આવ્યા હશે તેવી ચિંતા જોવા મળી રહી છે.
આ કેસ સાથે જીલ્લા મા કોરોના પોઝિટિવ ના દર્દી ઓની સંખ્યા 34 ઉપર પહોંચી છે જે પૈકી 11 દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે,જયારે 23 દર્દી સાજા થઈ પોતાના ધરે પહોંચ્યા છે.નર્મદા જિલ્લા કલેક્ટરે એસ.આર.પી ગ્રુપ ના કેટલાક વિસ્તારોમાં કનટેનટમેનટ ઝોન જાહેર કરેલ છે અને કેટલાક પ્રતિબંધો લગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.