કોરોના વાઈરસને પગલે 22 માર્ચે સુરતમાં જાહેર બસ સેવા બંધ

Corona Latest

સુરતમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ મળ્યા બાદ સુરત મહાનગર પાલિકાએ તકેદારીના તમામ પગલા વધુ સઘન બનાવી દીધા છે. વડાપ્રધાને 22 માર્ચના રોજ જનતા કરફ્યુની અપીલ કરી છે તેની સાથે સુરત મહાનગરપાલિકા પણ જોડાઈ ગઈ છે. સુરત મહાનગરપાલિકાએ 22મી માર્ચે સુરતમાં તમામ બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

સુરત મહાનગર પાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 22 માર્ચના રોજ સુરતના રસ્તા પર દોડતી BRTS સીટી બસ બંધ રાખવામાં આવશે. વડાપ્રધાનની જનતા કરફ્યુની અપીલ બાદ લોકોનો સહયોગ મળી રહ્યો છે. 

લોકો જ્યારે જનતા જનતા કરફ્યુ માટે તૈયાર હોય ત્યારે બસ સેવા જરૂરી નથી. જેના કારણે મહાનગરપાલિકાએ જનતા કરફ્યુનો દિવસે બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *