રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના પોલીસ અગાઉ દારૂનો મોટા જથ્થો પકડી પાડેલ હતો. જેમાં એક આરોપી નાસતો ફરતો હતો. જેથી ઉનામાં તેના ઘરે રહીમનગરમાં આવેલો હોવાની બાતમી મળતા પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની સુચનાથી હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ જગમાલભાઈ પીઠીયા, નિલેશભાઈ, જગદીશભાઈ, મેહુલસિંહ, વિજયભાઈ, અભિજીતસિંહ ભીખુશા બચુશા, ગોપાલસિંહ દીપસિંહએ તેમના ઘરે જઈ તપાસ કરતા અસ્પાક ઉર્ફે શાહનવાજ મહંમદ હુશેન કુરેશી ઉનાને પકડી વધુ તપાસ કરી રહયા છે.