રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
માંડલ ખાતે આવેલી 192 વર્ષથી ગુજરાતની ખ્યાતનામ માંડલ પાંજરાપોળમાં કોરોના વાઈરસ અને લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે સંસ્થામાં રહેલી 2500 જેટલી ગાયો જેવા અબોલ જીવોને બે ટાઈમ નિરણ અને પાણી આપવામાં આવ્યું હતું. આ વાઈરસથી પશુઓમાં કોઈ ગંભીર અસર ન પડે તે માટે પશુઓની જગ્યાને દિવસમાં ત્રણ વખત સાફ કરવી, અને સેનીટાઈઝ પણ કરાય છે. તો સંસ્થામાં છેલ્લા ચારેક મહિનાથી મહામારીના કારણે કોઈ દાન કે ભેટ ન આવતી હોવા છતાં સંસ્થા અડગ રહી, અબોલ જીવ માત્રને માટે મુંબઈના પૂ.ગોકુલભાઈ અને પ્રમુખ પ્રમોદભાઈની પ્રેરણા અને તેમના આર્થિક સહયોગથી સંસ્થાએ કર્મચારીઓના ભોજન અને પગાર, સ્ટાફના પગારો, ગાયોના નિરણ, ઘાસચારો માટે સંસ્થાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ કોરોના વાઈરસની મહામારી વચ્ચે માંડલ મહાજન પાંજરાપોળમાં કરુણા પ્રસરી હતી.