રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 127.16 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમના 1200 મેગાવોટનાં તમામ 6 યુનિટી શરૂ કરાતા હાલ રોજનું 5 થી 6 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. વીજ મથક શરૂ થતાં 40 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદા નદી બન્ને કાંઠે વહેતી થઈ છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમના વીજ મથક દ્વારા કુલ 27326 મેગાવોટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે તો બીજી બાજુ નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો 2571 મિલીયન ક્યુબીક મીટર છે તો બીજી બાજુ મુખ્ય કેનાલમાં 10907 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદામાં 40,000 ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થતા ગરુડેશ્વર પાસેનો વિયર ડેમ કમ કોઝ વે ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો સર્જાયા છે.ગરુડેશ્વર ખાતેનો વિયર ડેમ એટલે બનાવાયો છે કે સરદાર સરોવર નર્મદા ડેમનું વધારાનું પાણી સમગ્ર કરી વીજ ઉત્પાદ કરવા તથા પ્રવાસીઓ માટે બોટિંગ કરવા બનાવાઈ રહ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમથી ગરુડેશ્વર વિયર ડેમનું 12 કિમીનું અંતર છે તો આ 12 કિમિ સરોવરમાં આવનારા દિવસોમાં પ્રવાસીઓ બોટિંગની મઝા માણી શકશે.