નર્મદા : જમીન ખેડવા મુદ્દે કેવડીયા ગામના ગ્રામજનો રજૂઆત કરવા માટે વહીવટદાર કચેરીએ પહોંચ્યા

Latest Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

આજરોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામના ગ્રામજનો જમીન ખેડવા બાબતના મુદ્દાને લઈને વહીવટદાર કચેરીએ પહોંચ્યા હતા અને વહીવટદાર અધિકારીશ્રીને જમીનની ખેડાણ બાબતે રજૂઆત કરી હતી. આ મુલાકાત દરમિયાન મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓએ ગ્રામજનોને જણાવ્યું હતું કે આ બાબતે તમારે કલેકટર સાહેબ ને મળીને રજૂઆત કરવી પડશે અને તેઓ અમને જે હુકમ કરશે તે પ્રમાણે અમો આગળ કામ કરીશું કેવડીયા ગામના આગેવાન નરેશભાઈ દર્દીએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અને અમારા કેવડીયા ગામમાં વહીવટી તંત્ર દ્વારા ફેન્સીંગની જે કામગીરી કરવામાં આવી છે તે વ્યાજબી નથી. અમોને જમીન ઉપર ખેડાણ કરવા માટે મંજુરી આપો જેથી કરીને અમે અમારી આજીવિકા મેળવી શકીએ અમે તો ભીખ માગીને પણ ખાઈ લઈશું પરંતુ મૂંગા ઢોર પશુ-પક્ષીઓનું શું થશે? તેઓને અમે કઈ રીતે ઘાસચારો પૂરો પાડીશું? જ્યારે નાયબ કલેકટર અને વહીવટદાર કચેરી ના અધિકારી ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આજે કેવડિયા ગામના દસેક જેટલા રહેશો પોતાના પ્રશ્નોને લઈને અમોને મળવા માટે આવ્યા છે અને હાલમાં ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે જેથી અમોને ખેતી કરવા દો અને અમારી આજીવિકા મેળવવા દો તેવી રજૂઆત કરી છે અમે ગામ લોકોની લાગણીને માન આપીને તેઓને જણાવ્યું છે કે તમે લોકો પણ સક્ષમ ઓથોરિટીને તમારા આ પ્રશ્નની રજૂઆત કરો અત્યારે આ જમીન સરકારની છે અને તમે લોકો સક્ષમ ઓથોરિટી અધિકારીને રજૂઆત કરશો તો તમારી લાગણીને યોગ્ય ન્યાય મળશે અને અમે પણ સક્ષમ ઓથોરિટીને તમારો આ પ્રશ્ન પહોંચાડવાનો પ્રયત્ન કરીશું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *