રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
અગાઉના 4 લોકડાઉન બાદ હાલ અનલોક-૧ માં વધુ છૂટછાટ મળતા પ્રજા બેજવાબદાર બની હોય કોરોના સંક્રમણ ન વધે તે માટે નર્મદા પોલીસનું ખાસ અભિયાન
માસ્ક વગર ફરતા લોકો ને અટકાવી સૂચના આપી 200/-રૂ.દંડ વસુલ કરવાની શરૂઆત થતા ફફડાટ
રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે ના મુખ્ય માર્ગ પર આવેલા સફેદ ટાવર ચાર રસ્તા પર માસ્ક વગર ફરતા લોકો ને પકડી દંડ વસુલ કરવાની કડક કાર્યવાહી નર્મદા પોલીસ દ્વારા શરૂ થતાં બિન્દાસ થઇ ફરતા લોકો માં ફફડાટ ફેલાયો છે. હાલ માં સરકારના આદેશ મુજબ માસ્ક વગર ફરતા લોકો પાસે દંડ ની કાર્યવાહીની સત્તા જેતે નગર પાલીકા પાસે હતી એ હવે પોલીસ પાસે આવતા રાજપીપળા સફેદ ટાવર પાસે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી હતી.
નર્મદા પોલીસ વડા હિમકરસિંહ ના માર્ગદર્શન હેઠળ રાજપીપળા ટાઉન પીએસઆઇ એસ.એમ.સિંધી દ્વારા સફેદ ટાવર ખાતે કડક ચેકીંગ હાથ ધરાયુ જેમાં માસ્ક વગર બિન્દાસ ફરતા લોકો ને અટકાવી જરૂરી સુચના સાથે 200 રૂ. નો દંડ ફટકાર્યો હતો. આ બાબતે ટાઉન પીએસઆઇ સિંધી નું કેહવુ હતું કે સરકાર ના આદેશ મુજબ માસ્ક ના પહેરનાર તથા જાહેરમા થુકનાર પાસે અત્યારસુધી નગરપાલિકા કાર્યવાહી કરતી હતી એ કામ હવે પોલીસ ને સોંપવામાં આવ્યું છે તેનું પાલન કરાવવા સફેદ ટાવર ચાર રસ્તા પર આજે કડક કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં પીએસઆઇ સિંધી સાથે અન્ય પોલીસ સ્ટાફ સાથે રહી લોકો ને કડક સૂચના આપવામાં આપી સાથે દંડ પણ વસૂલ કરાયો હતો.
પીએસઆઇ સિંધી ના જણાવ્યા મુજબ અત્યારસુધી લોકડાઉન 4 સુધી લોકો બહુ બહાર નીકળતા ન હતા ત્યારબાદ અનલોક-૧ માં વધુ છૂટછાટ મળતા અહીંની પ્રજા બિન્દાસ બની જાહેરનામાનો યોગ્ય અમલ ન કરી માસ્ક સહિત ના કાયદાનું પાલન ન કરતા કોરોના નું સંક્રમણ વધવાની શક્યતાઓ હોય માટે અમે આજથી આ બાબતે કાયદાનો કડક અમલ કરી પ્રજા ને પોતાની જવાબદારી બાબતે જાગૃત કરી દંડ પણ વસુલ કરીશુ.