રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
જ્યારથી લોકડાઉન અમલમાં આવ્યું છે ત્યારથી પાટડીમાં શાકભાજીની લારીઓ વાળાની હાલત કફોડી બની છે. બજારમાં લારીઓ લઈને ઉભા રહેતા શાક – ભાજી વાળા માટે પાટડી નગરપાલિકા ના બગીચામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી જેથી ગામમાં ભીડ ન થાય.
અને ખુલ્લી જગ્યામાં ડિસ્ટન્સ જળવાય. પરંતુ આ જગ્યા પર ગ્રાહકો ન આવતા હોવાથી લારીઓ વાળા બજારમાં આવી જતા હતા.જેથી તંત્ર દ્વારા તેઓને દંડ કરી બગીચાની જગ્યામાં ખસેડવામાં આવતા હતા. આમ દરરોજ લારીઓ વાળા અને તંત્ર વચ્ચે ઘર્ષણ થતું હતું .આજે પણ લારીઓ વાળને બજારમાંથી કાઢતા લગભગ સો જેટલા લારી -ગલ્લા વાળા પાટડી નગર પાલિકાએ ગયા હતા અને હલ્લાબોલ કર્યો હતો અને કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી .જેથી પાટડી નગર પાલિકા પ્રમુખ ,પ્રમુખ પાટડી શહેર ભાજપ ,ભાજપ મહામન્ત્રી દોડી આવ્યા હતા અને આ લોકોની વાત સાંભળી તમામ લારીઓ વાળા ને પાટડી પોલીસ સ્ટેશનની બાજુમાં જગ્યા આપતા મામલો શાંત પડ્યો હતો અને દરેક લારીઓ વાળાએ આ જગ્યા પર લારીઓ ઉભી રાખવાની સંમતિ દર્શાવી હતી.