રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉનાના શિલોક ગામના બસ સ્ટેન્ડ પાસે ટ્રક ચાલકે શિલોજ ગામની નજીક નમ્રતા બાલુભાઈ ડાભી ઉ.૫ નાં ઘર નજીક થી પસાર થતા ટ્રકે બાળકીને અડફેટે લેતા બંને પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મહેતા હોસ્પિટલ લાવવામાં આવેલ અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અક્સ્માત કરનાર ટ્રક ડ્રાઇવર સ્થળ પર ટ્રક મૂકી નાસી છુટયો હતો. ઉના પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.