રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
ગ્રાન્ટ નથી તેથી ગત વર્ષની ધોવાયેલી જમીનનું વળતર હજુ સુધી નથી મળ્યું, અનેક રજુઆત છતાં અધિકારીઓ જવાબ દેતા નથી.
જાફરાબાદ તાલુકાના ખેડૂતોને ગ્રાન્ટના અભાવે ગત વર્ષના જમીન ધોવાણના પૈસા મળ્યા નથી. ત્યારે અનેક વખત રજુઆત કરવા છતાં પણ નાણાં ચૂકવ્યા નથી. તેમજ અહીંના તાલુકા કચેરીમાં ઓપરેટરની મનમાનીના કારણે ખેડૂતોને યોગ્ય જાણકારી પણ મળતી નથી.
જાફરાબાદ તાલુકાના ૪૫ ગામના ૧૦૦૦ ખેડૂતોને ગ્રાન્ટના અભાવે ગત સાલના જમીન ધોવાનનાં નાણાં મળ્યા જ નથી. અનેક વખત તાલુકા અને જિલ્લા ખેતીવાડી અધિકારીને રજુઆત કરી છે. પણ આજ દિવસ સુધી ખેડૂતોના ખાતામાં પૈસા મળ્યા જ નથી. તેમજ અહીંના તાલુકા કચેરીમાં કરાર આધારિત ઓપરેટરનો રુઆબ જોવા મળે છે, અને ખેડૂતોને પુરી માહિતી પર પુરી પાડવામાં આવતી નથી.
છેલ્લા એક વર્ષથી રજુઆત કરી થાકેલા ખેડૂતોએ રાજકીય આગેવાનોને રજુઆત કરી હતી. ત્યારે આજે જિલ્લા પંચાયતના સદસ્ય, પૂર્વ ચેરમેન શ્રી ટીકુભાઈ વરૂએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી. તેમજ આગામી દિવસોમાં ખેડૂતોને જમીન ધોવાણના પૈસા નહિ ચૂકવાઈ તો કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.