મોરબી: હળવદમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવો મુદે મામલદાર ને આવેદન પત્ર લખીને વિરોધ પ્રદર્શન.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

કોરોના મહામારી વચ્ચે સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો ઝીંક્યો હોય જેના વિરોધમાં આજે હળવદમાં કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા.સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સતત ભાવવધારો કરવામાં આવી રહ્યો હોય અને કોરોના મહામારી અને આર્થિક બેહાલીના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો બોજ નાગરિકો માથે નાખવામાં આવ્યો છે જેને પગલે આજે કોંગ્રેસ દ્વારા મામલદાર ને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ આગેવાન જિલ્લા પંચાયત પ્રમુખ હેમાંગ ભાઈ રાવલ,શૈલેષ ભાઈ દવે,જંતુભા ઝાલા, ડૉ રાણા સાહેબ,ધમેન્દ્ર ભાઈ પટેલ,મનસુખભાઇ પટેલ,મિલન પટેલ,યાજ્ઞિક ગોપાની,રમેશભાઇ ઠાકોર,મેધાભાઈ રબારી સહિતનાઓએ બેનરો સાથે વિરોધ કર્યો હતો.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *