ગોધરાના દાહોદ રોડ ખાતે આવેલી કલરવ સ્કૂલમાંથી ધો.૧૨ બોર્ડ ની પરીક્ષા દરમ્યાન વર્ગખંડમાંથી ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો.ખોટું નામ ધારણ કરી મિત્ર વતી અંગ્રેજી વિષયની પરીક્ષા આપતો વિદ્યાર્થી ઝડપાતા શહેર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી .
રાજ્ય ભરમાં ધો-10 અને 12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે.ગોધરાના દાહોદ રોડ ખાતે આવેલી કલરવ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ધો.12 અંગ્રેજી વિષયની પરીક્ષા વેળાએ વર્ગખંડમાંથી ડમી ઉમેદવાર ઝડપાયો હતો .જે મામલે શિક્ષણ વિભાગે જરૃરી તપાસ હાથ ધરી હતી .
જેમાં ખોટું નામ ધારણ કરી મિત્ર વતીની પરીક્ષા વિધાર્થી આપતો હોવાનું બહાર આવ્યું હતું .જેના પગલે શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયું હતું .યોગ્ય તપાસ બાદ શહેર પોલીસ મથકે બે વિધાર્થીઓ સામે ફરીયાદ નોંધાવવા આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.પરીક્ષા કેન્દ્ર ખાતે ડમી ઉમેદવાર ઝડપાતા ઉપસ્થિત વાલીઓમાં ચર્ચા નો વિષય બન્યો છે.