રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ ભાજપ નગરપાલિકા પ્રમુખના ઘર પાસે પાણી ભરાઇ જતા પાણી નિકાલની કોઇ વેણ ના હોવાથી કોંગ્રેસ શહેર પ્રમુખ સમીર પાંચાણીએ ગંદકી સાથે પોતે ત્રિકમ દ્વારા ખોદીને પાણીનો નિકાલ કર્યો હતો, કેશોદ આલાપ કોલોની તરફ જતા રોડ ઉપર પાણી ભરાતાં દુકાનદારો શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
સરકારની સ્વચ્છ ભારત યોજનાનો પાલિકા વિસ્તારમાં ફિયાસ્કો.
કેશોદ નગરપાલિકા પ્રમુખના વિસ્તાર પાસે આવેલ જાહેર માર્ગ પર પાણી ભરાઈ જતાં શહેરીજનો અને કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાણી નિકાલ કરવામાં આવ્યો હતો. કેશોદ માં અડધો ઇંચ જેટલા વરસાદ પડતા જ પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીઓ ઉભી થઇ છે. અનેક વખત લેખિત અને મૌખિક મા કરાઈ હતી રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા ન હતા. કોરોનાની મહામારી વચ્ચે ગંદકી, મચ્છરો અને દુર્ગાન ના કારણે મોટો રોગચાળો થવાની શકયતા છે. કેશોદ નગરપાલિકા પ્રમુખ સાથે વાત કરતા જણાવેલ કે રોડ ની બંને સાઇડમાં રોડ બનાવ્યો ત્યારે કાચી દીવાલો અને ખુલી જગ્યા હતી અત્યારે પાકી દિવાલ થઈ જવાથી પાણી ભરાયા છે. આવનારા દિવસોમાં નિકાલ કરવામાં આવશે તે બાબતે લોકો માં ચર્ચા.