કેશોદના પીપલીયાનગરમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાતાં તંત્રમાં દોડધામ

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

પીપલીયાનગર વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર ન કરવાં પરિવારજનો વાડીએ જતાં રહેતાં તંત્ર ઉગતું ઝડપાયું.

કેશોદ શહેરમાં કોરોના વાયરસ ફેલાતો અટકવાનું નામ લેતો નથી ત્યારે એક કોરોના પોઝિટિવ કેસ સારવાર મેળવી નેગેટિવ રીપોર્ટ આવે ત્યાં સુધીમાં બીજો કેસ નોંધાતાં તંત્ર ની દોડધામ ચાલું જ રહે છે. કેશોદના પીપલિયાનગર વિસ્તારમાં મુંબઈ થી આવેલ કુંભાણી ધીરૂભાઈ રવજીભાઈ ઉ.વ. ૪૭ ને વતન પરત આવતાં જ બીજા દિવસે કોરોના વાયરસ નાં લક્ષણો જોવા મળતાં ૧૦૮ દ્વારા જુનાગઢ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં રીપોર્ટ કરવામાં આવતાં આજે પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે. શહેરમાં કોરોના પોઝીટીવ કેસ નો આંકડો વધીને આઠ પર પહોંચી ગયો છે. કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં મુંબઈ મહારાષ્ટ્ર થી પરત આવતાં વ્યક્તિઓ છ નાં કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે. કેશોદ શહેરમાં કોરોના પોઝીટીવ કેસ પ્રથમ નોંધાયો હતો એ પણ પીપલીયાનગર વિસ્તારમાં જ મુંબઈ થી આવેલ હતાં ત્યારે કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરી નિયમો મુજબ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યાં ફરીથી આજ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર ની દોડધામ ચાલું જ રહીં છે. કેશોદના પીપલીયાનગર વિસ્તારમાં આવેલા પોઝીટીવ કેસ નાં કારણે તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવામાં આવે એ પહેલાં જ કુંભાણી પરિવાર ચાદીગઢ પાટીએ વિનય આશ્રમ સામે બાયપાસ રોડ પર પોતાની વાડીએ જતાં રહેતાં તંત્ર ઊંઘતું ઝડપાયું છે. કેશોદના કોરોના પોઝીટીવ કેસ વાળી વ્યક્તિની પરમીટ પીપલીયાનગરની છે અને લક્ષણો જોવા મળતાં ૧૦૮ દ્વારા પીપલીયાનગરના ઘરેથી લઈ જવામાં આવેલ છે ત્યારે પીપલીયાનગર વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવાને બદલે બાયપાસ પાસે વાડી વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવા તંત્ર રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. કેશોદના પીપલીયાનગર વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવાને બદલે વાડી વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરવામાં આવશે તો સંક્રમણ થી ફેલાવાની શક્યતા વધારે છે ત્યારે જવાબદારી કોની રહેશે. કેશોદના પીપલીયાનગર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ સેનેટાઈઝેસન કરવામાં આવેલ નથી કે આ વિસ્તારમાં થી રહીશો હિજરત કરીને જતાં રહે એ પહેલાં કોઈ બંદોબસ્ત ગોઠવી પગલાં ભરવામાં આવ્યાં નથી. કોરોના વાયરસ સાથે લોકો એ જીવતાં શીખવું પડશે એવી સરકાર ની જાહેરાત કેશોદના પીપલીયાનગર વિસ્તારમાં લાગું કરવામાં આવ્યું હોય એવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે કેશોદ વહીવટી તંત્ર દ્વારા સંક્રમણ થી કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે શું પગલાં ભરવામાં આવે છે એ તો સ્થાનિક તંત્ર ની દરખાસ્ત રજૂ કરી જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે પછી જ ખબર પડશે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *