હાલ સમગ્ર ભારતમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે લોકડાઉંનના કારણે ઘણા સમય થી શાંત રહેલા દારૂના બુટલેગરો ફરી સક્રિય થયા છે. ત્યારે પોલીસ દ્વારા આવા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.ત્યારે પંચમહાલ ગોધરા એલ.સી.બી ને ટ્રક નંબર જી.જે ૧૫ યુ.યુ.૦૨૨૧ માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની પેટીઓ ભરી ગોધરા તરફ થી આવે છે તેવી ચોક્કસ બાતમી મળી હતી. તેને આધારે પો.ઈ. ડી.એન.ચુડાસમા એ એલ.સી.બી સ્ટાફ સાથે મળી નાંદરખા ત્રણ રસ્તા ઉપર નાકાબંદી ગોઠવી હતી ત્યાં વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે ટ્રક ના ડ્રાઈવર ને સ્થળ પર જ પકડી પડ્યો હતો. વધુ તાપસ કરતા ટ્રક ડ્રાઈવર નું નામ અબ્દુલકાદિર અબ્દુલરઊફ શેખ રહે રાજસ્થાન ના હોવાનું જાણવા મડ્યું હતું. એલ.સી.બી દ્વારા ટ્રક માંથી વિદેશી દારૂ તથા બીયર ની પેટીઓ નંગ ૨૦૨૦ મળી આવ્યો હતો જેમાં નાની મોટી બોટલો મળી કિ.રૂ. ૮,૧૬,૪૮૦ , ટ્રક કિ.રૂ.૬,૦૦,૦૦૦ , તાટપત્રી નંગ-૧ કિ.રૂ.૨૦૦૦ , મોબાઈલ ફોન નંગ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦ તથા રોકડા રૂ.૩૧૭૦ એમ મળી કુલ રૂ.૧૪,૩૧,૬૫૦ નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
ટ્રક ડ્રાઈવર ને વધુ પુછતાજ હાથ ધરતા વિદેશ દારૂનો જથ્થો જાબીરખાન મકસૂદખાન રહે. બાંસવાડા એ છોટાડુંગર થી વિદેશી દારૂની પેટીઓ ભરી આપી હતી.તથા વગેરે વિગતો ને આધારે ટ્રક ડ્રાઈવર તથા વિદેશી દારૂ ભરી આપનાર વિરૃદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ ની કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.