સાધારણ કદ-કાઠી ધરાવતો અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દશરથમાં ફિટર ટ્રેડમાં અભ્યાસ કરતો નીરજ સોલંકીથી કબડ્ડીના મેદાનમાં હરીફ ટીમના દાંત ખાટા કરી દે છે. નીરજે રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવ્યા બાદ આગામી સમયમાં ઈન્ડોનેશિયા ખાતે યોજાનારી કબડ્ડીની ટૂર્નામેન્ટમાં ટીમનુ નેતૃત્વ કરતો જોવા મળશે. નિરજના પિતા પિતા હાઉસ કિપિંગનું કામ કરે છે.
નીરજની આ સફરમાં તેના બાળપણનો મિત્ર અને ધોરણ-1થી લઇને આઈટીઆઈ, દશરથમાં સાથે અભ્યાસ કરતા હાર્દિક મકવાણાનો એટલો જ સાથ રહ્યો છે. બન્નેએ અનેકવાર હરીફ ટીમોને કબડ્ડીના મેદાનમાં હંફાવી છે. તેઓ ખેલમહાકુંભ માંડીને રાષ્ટ્રીય સ્તરે હરિયાણાના કુરૂક્ષેત્રમાં રમાયેલ પાંચમી નેશનલ ચેમ્પિયનશિપના ફેડરેશન કપમા વિજેતા બનેલી ટીમના હિસ્સો હતા. આમ, નીરજ અને હાર્દિકની યારી કબડ્ડીના વિરોધીઓ ઉપર કહેર વાર્તાવે છે. બન્ને લેફ્ટ-રાઈટ કોર્નર ખેલાડી છે. લગભગ તેઓ બન્ને ખેલમહાકુંભ માંડીને તમામ નાની-મોટી તમામ સ્પર્ધામાં સાથે રમ્યા છે. પરંતુ સિમલા ખાતેની રમાયેલી નેશનલ કમ્પીટીશન વખતે હાર્દિકને ડેંગ્યુ થવાને લીધે તેમા લાભ લઈ શક્યો ન હતો. જેથી હાર્દિકને ઈન્ડોનેશિયા રમવા જવા માટે એક ટ્રાયલ પાસ કરવો પડશે. શીમલામાં નીરજના નેતૃત્વમાં ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
સામાન્ય પરિવારમાંથી આવતા નિરજના પિતા જીએસએફસીમાં હાઉસ કિપીંગનુ કામ કરે છે. નીરજ કહે છે કે, ધોરણ-9માં અભ્યાસ કરતો હતો ત્યારથી ત્યારથી કબડ્ડી રમવા પ્રત્યે રૂચિ કેળવાઈ છે. ઘણી વખત ખેલમહાકુંભમાં ભાગ લીધો અને અને તેમા વિજેતા બન્યા. જેથી અમારી સ્કૂલના સર ખૂબ પ્રોત્સાહિત કરતા ત્યાર બાદ આઈટીઆઈ દશરથના પ્રિન્સીપલ નીલા મેડમે પણ અમારૂ મનોબળ વધારી ખૂબ પ્રોત્સાહિત કરતા રહે છે. આજે રાષ્ટ્રીયકક્ષા સુધી કબડ્ડીમા પહોચ્યા તેમા ખેલમહાકુંભ અમારા માટે ઘણો મહત્વનો રહ્યો. ખેલમહાકુંભના માધ્યમથી જ કબડ્ડીમાં આગળ વધવાની પ્રેરણા મળી તેમ કહી શકું. ઉપરાંત ગાંધીનગર ખાતે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ૯ દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી. જ્યાં રાહુલ ચૌધરી જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી સાથે રમવા અને કબડ્ડીના નવા કૌવલ્યો શીખવાનો મોક્કો મળ્યો હતો. સાથે જ ત્યાં ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અન્ય રાજ્યોના ખેલાડીઓ સાથે ટ્રેનિંગ કરવાથી અમારી રમતના સ્તરનો ખ્યાલ આવ્યો. તેમજ રમતમા ક્યાં સુધારની જરિયાત છે ? અને કેવી રીતે રમતને વધારે ઉત્કૃષ્ટ બનાવી શકાય તે અંગે મહત્વનુ માર્ગદર્શન પ્રાપ્ત થયુ હતું.
મકવાણા હાર્દિક કહે છે કે, અમને વિશ્વાસ ન હતો કે, કબડ્ડીમાં આટલે સુધી પહોચીશું હિમાંશુ સર અને આઈટીઆઈના આચાર્યા નીલા મેડમ ખૂબ સપોર્ટ કર્યો જેથી અમે અહીં સુધી પહોચ્યા છીએ. તેમજ હું અને નીરજ બાળપણથી જ સાથે રમીએ છીએ જેનો ફાયદો અમને મેદાન પર પણ થાય છે. તેમજ લેફ્ટ અને રાઈટ કોર્નર ખેલાડી હોવાથી હરિફ ટીમના ખેલાડી ઉપર આક્રમણ કરવામાં કોમ્બીનેશન અને ટાઈમીંગ જળવાઈ રહે છે.
હાર્દિક અને નીરજની સફળતા પાછળ તેમના કોચ અને તાજેતરમાં સ્ટુડન્ટ સ્પોર્ટસ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા પ્રમુખ બનેલા હિમાંશુ સોલંકીનુ મહત્વનુ યોગદાન રહેલુ છે. તેઓ કહે છે કે, નીરજ અને હાર્દિકમાં ઘણી સંભાવનાઓ રહેલી છે. તેમની ક્ષમતા અને પ્રતિભાથી હું પરિચિત છું. સાથે એક ખેલાડી તરીકે નિયમિત પ્રેક્ટિસ, ફિટનેશ અને ડાયટ ઉપર ધ્યાન આપવુ એટલુ જ અનિવાર્ય હોય છે. મને વિશ્વાસ છે કે, નીરજ અને હાર્દિક ઘણાં આગળ જશે. અમે હરિયાણા અને શીમલામાં રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવ્યા બાદ આગામી સમયમાં ઈન્ડોનેશિયામાં ટૂર્નામેન્ટમાં રમવા જવાના છે. જો આ ટૂર્નામેન્ટમાં પ્રદર્શન સારૂ રહ્યુ તો, ત્યાર બાદ દુનિયાભરના ૩૨ દેશો વચ્ચે વર્લ્ડ ચેમ્પિયનશીપ રમાવાની છે તેમા રમવાની તક પ્રાપ્ત થશે. આ ચેમ્પિયનશીપ પણ ઈન્ડોનિશિયામાં રમાશે. પરંતુ હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસની માહામારીના પગલે હજુ આ ચેમ્પિયનશિપની તારીખો નક્કી કરાઈ નથી. સંભંવિત રીતે સપ્ટેમ્બર-ડિસેમ્બરમાં આ બન્ને ટૂર્નામેન્ટ રમાઈ શકે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરની દુબઈ ખાતે યોજાયેલી સ્પાર્ધામાં રમવા માટે ક્વોલીફાય થવા હોવા છતા પાસપોર્ટના અભાવે ન જઈ શક્યા ન હતા તેનો અફસોસ વ્યક્ત કરતા હિમાંશુ સોલંકી કહે છે કે, હરિયાણા ખાતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યા બાદ નીરજ અને હાર્દિકને પાસપોર્ટ કઢાવવા માટે કહેલુ હતું. પરંતુ તેમને વિશ્વાસ જ ન હતો, તેઓ માત્ર મજાક સમજતા હતા. જ્યારે ખરેખર દુબઈ ખાતે રમવાનો સમય આવ્યો ત્યારે તેમની પાસે પાસપોર્ટ ન હતો. જેથી એમો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવાની તક ચૂકી ગયા.
વધુમાં તેઓ કહે છે કે, સુરત ખાતેના ખેલ મહાકુંભમાં હું અમારી ટીમના ખેલાડીઓ રમવા ગયા હતા. ત્યારે અમારી ટીમના ખેલાડીઓના માધ્યમ જાણવા મળ્યુ કે, નીરજ અને હાર્દિક ખૂબ સારી રમત દાખવે છે. એટલે તેમને એક કેમ્પમાં ટ્રાયલ માટે બોલાવ્યા અને તેમની રમત અને ક્ષમતાથી પ્રભાવિત થયો. ત્યાર બાદ નિયમિત સંપર્કમાં રહેવા લાગ્યા. જ્યારે કોઈ રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરે રમવા જવાનુ હોય તે પહેલાં તેમની સાથે કેમ્પ યોજીને સ્પર્ધાની પૂર્વતૈયારીઓ કરતા અને કબડ્ડીના અવનવા કૌશલ્યો શીખવા માટે ખૂબ પરસેવો પાડતા.
નીરજ અને હાર્દિકની યારીનુ દેશ માટે અને પ્રો- કબડ્ડી રમવાનુ લક્ષ્ય છે. આ માટે આઈટીઆઈ દશરથના આચાર્યા એન.સી. ગોહિલ કહે છે કે, સામાન્ય પરિવારમાંથી આવતા નીરજ અને હાર્દિક અમારો તમામ સપોર્ટ છે તેઓ વધુ આગળ વધે અને ભારત તરફથી કબડ્ડી રમે તેવી અમારી અભ્યર્થના અને શુભેચ્છાઓ છે. બન્ને ખૂબ મહેનતુ છે. તેઓ આઈટીઆઈ દશરથના તાલામાર્થી હોવા ઉપર અમને ખૂબ ગર્વ છે. અને હવે આઈટીઆઈ દશરથનુ અને સમગ્ર દેશનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ હંમેશા તેમની સાથે છે.