રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચોક્કસ માહિતી મેળવી અમરેલી શહેરમાં આવેલ સુખનિવાસ કોલોનીમાં સરકારી ક્વાર્ટર્સમાં ચોરીઓ કરતા ઇસમને ઝડપી લઇ ચોરીઓમાં ગયેલ રોકડ રકમ તથા કોમ્પ્યુટરના મોનીટર સહિતનો મુદ્દામાલ રીકવર કરી સુખનિવાસ કોલોનીમાં થયેલ નવ ચોરીઓ નો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.