રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
કન્ટેન્મેન્ટ ઝોનમાં ૨૧૪ ઘરમાં ૧૬૬૬ વ્યક્તિની આરોગ્યની તપાસણી
વેરાવળ ખાતે ત્રણ પોઝીટીવ કેસ નોંધતા કલેકટરશ્રી અજયપ્રકાશ દ્રારા આઈ.જી.મેમોરીયલ હોસ્પિટલ બિલ્ડીંગ, ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં શ્રીરામ સોસાયટી, શ્રીપાલ સોસાયટીનો અમુક વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરેલ છે. વેરાવળ ખાનગી હોસ્પિટલના પુરુરૂ તબીબ ઉ.વર્ષ-૩૪, મહિલા તબીબ ઉ.વર્ષ-૨૮ અને કમ્પાઉન્ડ પુરુષ ઉ.વર્ષ-૪૫ નો રિપોર્ટ પોઝીટીવ આવેલ આરોગ્ય વિભાગની ૧૨ ટીમો દ્રારા કન્ટેન્મેન્ટ ઝોન, બફર ઝોનમાં આવેલા ૨૧૪ ઘરોના ૧૬૬૬ વ્યક્તિઓનું સ્ક્રીંનીંગ, સર્વેલેન્સ કરવામાં આવેલ ખાનગી હોસ્પિટલને બંધ કરવામાં આવેલ છે. હોસ્પિટલને સેનેટાઈઝ કરવામાં આવેલ છે. આજે વેરાવળ-૧૫, સુત્રાપાડા-૧૩, કોડીનાર-૧૩, ઉના-૨૦, ગીરગઢડ-૧૫,તાલાળા-૧૨, કુલ -૮૮ શંકાસ્પ્દ દર્દીના સેમ્પલ લેવામાં આવેલ છે.
ગીર સોમનાથ જિલ્લામાં કુલ-૫૦ પોઝીટીવ દર્દી નોંધાયેલ છે. ૩ દર્દી મુંબઈના નોંધાયેલ છે. જે માંથી ગીર સોમનાથના-૪૫ દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવેલ છે. અને મુંબઈા-૨દર્દી સ્વસ્થ તથા રજા આપવામાં આવેલ છે. કોરોના એકટીવ ગીર સોમનાથના-૫ દર્દી અને મુંબઈના-૧ દર્દી સારવાર હેઠળ છે. જેમા ૨-દર્દી કોવિડ-૧૯ સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે અને -૩ દર્દી (ગીર સોમનાથ) ૧ દર્દી (મુંબઈ) કોવિડ કેર સેન્ટર લીલાવંતી ભવન સોમનાથ ખાતે સારવાર હેઠળ છે. એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.નિમાવતે જણાવ્યું હતું.