રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકા ના દાંતા ગામમા આજ રોજ બપોર ના સમયે લગભગ 1:30 થી 2:30 વાગ્યા ના ગાળા દરમ્યાન એક ગાય માતા ને હડકાવાનો વીડિયો વાયરલ થયો હતો ત્યાર બાદ આ ગાય માતા એ ત્રણ થી ચાર માણસો પર હુમલો પણ કર્યો હતો પણ કોઈ ને પણ કોઈ જાન હાની થઈ નથી લોકો નુ કહેવુ હતુ કે ગાય હડકાઈ થઈ છે ત્યાર બાદ સ્થાનીક લોકો દ્વારા તંત્ર ને જાણ કરવામાં આવી પણ તંત્ર સમય પર ન આવવા થી દાંતા ગામ ના જીવ દયાપ્રેમી ઓ અને ગો સેવકો દ્વારા ગાય માતા ને બાંધવામાં આવી હતી.