રિપોર્ટર: ગૌતમ વ્યાસ
કોરોના વાયરસના કારણે આખો દેશ આર્થિક મદીમાં સપડાયો છે ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવમાં વધારો થવાથી ગરીબ અને મધ્યમ વર્ગની કમર સરકાર દ્વારા તોડી નાખવાનો પ્રયાસ સરકાર કરી રહી હોય તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું. કોરોના વાયરસ ના કારણે 2 મહિના સુધી સખત લોકડાઉન કરી દેતા ઉધોગ ધંધા પડી ભાગતાં લોકોને રોજીરોટી મેળવા મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો હતો હજુ તો લોકો એ સમસ્યાઓ થી ઝઝૂમી રહ્યા હતા ત્યાં સરકાર દ્વારા પેટ્રોલીયમ પેદાશોમાં ભાવ વધારો ઝીકી દેવાતા લોકોની મુશ્કેલીમાં અભિવૃદ્ધિ થઈ જવા પામી છે. જેના વિરોધમાં આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન નજીક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સરકાર ની ભાવ વધારા નીતિ સામે પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત ની સરહદ પર ચીન જમીન વિવાદના કારણે થયેલી તંગદિલી માં શહીદ થયેલા જવાનો માટે બે મિનિટ નો મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.
આ વિરોધ પ્રદર્શન અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ પરિમલ સિંહ રણા, શહેર પ્રમુખ તેજપ્રિત સોકી,નાઝુભાઈ ફ્ળવાળા, નગરપલીકા વિપક્ષ નેતા હેમન્દ્ર કોઠીવાળા સહિત કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.