અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ આજે સોશ્યિલ ડિસ્ટન્સની જાળવણી રાખીને બ્લોક પેવીંગ રોડનું ખાતમુહરત કરવામાં આવ્યુ હતુ.

Amreli
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહાબીમારી સામે લડી રહ્યો છે ત્તયારે આપણાં સમગ્ર ભારત દેશમા છેલ્લાં 3 મહિનાથિ લોક ડાઉન હોવાથી વિકાસલક્ષી કામો બંધ કરી દેવામાં આવ્યાં હતાં. પરંતુ તા. 01/06/2020 થિ લોકડાઉનને અનલોક કરવામાં આવ્યુ છે ત્યારથી રોકાયેલા વિકાસલક્ષી કામ ફરી ચાલુ કરી દેવામાં આવ્યાં છે.ત્તયારે આજે બાબરકોંટ ગામે પ્લોટ વિસ્તારમા મનોજભાઈ બાલુભાઈ ભાલિયાનાં ઘર થિ લઇને ખોડૂભાઈ વાઘેલાના ઘર સુધી બ્લોક પેવીંગ રોડનું ઉદ્ધાટન પ્લોટ વિસ્તારમાં રહેતાં મયારામ બાપુના હાથે કરવામાં આવ્યુ હતુ.ઉદ્ધાટન દરમ્યાન પૂર્વ સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ, હાલ બાબરકોંટ ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ સંભાળી રહેલ હેતલબેન પ્રવીણભાઈ બાંભણીયા, પ્રવીણભાઈ બાંભણીયા , સભ્યશ્રી વીરાભાઈ સાંખટ , બીજલભાઈ સાંખટ, જયંતિભાઈ શિયાળ, વગેરે સભ્યો ની ઉપસ્થિતિમા બ્લોક પેવીંગ રોડનું ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતુ.પ્લોટ વિસ્તારમાં બ્લોક પેવીંગ રોડનું ઉદઘાટન થતા પ્લોટ વિસ્તારના લોકો દ્રારા ખૂબ જ સારી રીતે મદદરૂપ થઈ રહ્યાં હતાં.પ્લોટ વિસ્તારમાં રહેતાં મોહનભાઈ ઉકાભાઈ સાંખટ , દિનેશ પી. સાંખટ, જીવન વી. સાંખટ , જયેશભાઈ સાંખટ, સંતોષભાઈ પરમાર, કડિયા શ્રી ભાણાભાઈ શિયાળ , રાજુભાઈ બાંભણીયા વગેરે લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.બ્લોક પેવીંગ રોડનું ખાત મુહરત થતાં પ્લોટ વિસ્તારના લોકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *