કોરોના વાયરસ ના વૈશ્વિક ભરડા મધ્યે સ્થાનીય નાગરિકો નું સ્વાસ્થ્ય ન જોખમાય તે હેતુ એ આજરોજ કાલોલ મુકામે વિવિધ સ્થળોએ આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીક ગોળીયો નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોના વાયરસ ના સંક્રમણ સામે માનવ શરીર માં માત્ર ને માત્ર રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરતા આ આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીક ગોળીયોનું વિતરણ આરોગ્ય આને પરિવાર કલ્યાણ વિભાગ – ગાંધીનગર આયુષ્ય વિભાગ ગુજરાત રાજ્ય,જિલ્લા આયુર્વંદિક આઅધિકારી ની કચેરી- ગોધરા સરકારી હોમિયોપેથીક દવાખાનું- દાતોલ અને સરકારી આયુર્વેદિક દવાખાના- પીંગળી ના સંયુક્ત ઉપક્રમે નાગરપાલિક – કાલોલ અને શ્રી રામ રોટી સેવા મંડળ – કાલોલ ના સહયોગ થી કરવામાં આવ્યું હતું નગર પાલિક, મામલતદાતદાર કચેરી , તાલુકા પંચાયત, સિવિલ કોર્ટ અને સંમોહિક આરોગ્ય કેન્દ્ર કાલોલ ખાતે આયોજિત નિઃશુલ્ક ઉકાળા વિતરણ કેમ્પ નો હજારો સ્થાનિક નાગરિકો એ ભાગ લીધો હતો.
સદર કાર્યક્રમ નું સુચારુ અને સફળ આયોજન તાલુકા હેલ્થ ઓફિસર ડો।દોશી,ડો।ક્રિશા તાડીયાડ,ડો। સ્નેહા બારીયા તથા ડો।પ્રકાશ ઠક્કર તેમજ તમની ટીમ ઘ્વારા મામલતદાર- નાયબ મામલતદાર , તાલુકા વિકાસ આધિકારી હોમિયોપેથીક કાઉન્સિલ સભ્ય ડો।યોગેશ પંડ્યા , નગર પાલિકા પ્રમુખ તમેજ સદસ્યો તમેજ ચીફ ઓફિસર નાગરપીલક કાલોલ તથા સ્થાનિક અગ્રણી નરેશ ભાઈ શાહ વકીલ મંડળ ના પ્રમુખ જીગ્નેશ ભાઈ જોશી,ની પ્રેરક ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું.