રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
તિલકવાડા તાલુકામાં મામલતદાર હસ્તક નું જનસેવા કેન્દ્ર કોરોના વાઇરસની મહામારી ને લીધે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ લોકડાઉન અમલમાં આવેલું ત્યારથી બંધ કરવામાં આવ્યું હતું. લોકડાઉન 4 પછી અનલોક 1 અંતર્ગત કેટલીક છૂટછાટ સાથે વિવિધ વિભાગો કાર્યાન્વિત થયા અને સરકારી કચેરીઓ પણ ધમધમતી થઈ હતી અને તિલકવાડા મામલતદાર કચેરીમાં કર્મચારીઓની પૂરતી હાજરી સાથે કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું. સાથે જ કોવિડ 19 ની ગાઈડ લાઈન મુજબ માસ્ક, સૅનેટાઇઝર, સોશ્યિલ ડિસ્ટન્સ જેવા નિયમો સાથે જન સેવા કેન્દ્ર પણ ચાલુ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે ઘણા સમય થિ જનસેવા કેન્દ્રો બંધ હોવાને કારણે લોકોના કામ અટવાઈ પડ્યા હતા. પરંતુ જનસેવા કેન્દ્રો ખુલતાની સાથે જ તાલુકાના લોકો રેશનકાર્ડ.આવકના દાખલ તેંમજ વિવિધ પ્રમાણ પત્ર મેળવવા માટે મોટી સંખ્યામાં તિલકવાડા મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્ર માં આવી પહોંચ્યા હતા.