રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
તિલકવાડા પોલીસ દ્વારા દારૂ નું વેચાણ ડામવા સપાટો બોલાવી રોજરોજ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેના કારણે બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે તિલકવાડા પોલીસ દ્વારા બે દિવસમાં બે જગ્યા પરથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.
તિલકવાડા પી.એસ.આઈ( એ.એમ.પરમાર )પોતાના સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન દેવલયા ચોકડી પાસે હાજર હતા. તે દરમિયાન રાજપીપલા તરફ થી બે ઈસમ બાઈક પર કંતાન ના થેલા સાથે આવતા તેમને ઉભા રાખી ને ચેકીંગ દરમિયાન થેલામાંથી 46.લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. તિલકવાડા પોલીસ દ્વારા મુદ્દામાલ કબ્જે કરીને બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે અને બન્ને આરોપીઓ ને કોરોનાની તપાસ માટે તિલકવાડા આરોગ્ય ખાતે મોકલી આપવામાં આવ્યા છે..
તિલકવાડા પી.એસ.આઇ (એ.એમ.પરમાર)ને બાતમી મળતા પોતાના સ્ટાફ સાથે ખાનગી વાહનમાં ગંભીરપુરા ગામ નજીક છટકું ગોઠવી ગેગડયા તરફથી બાઈક પર બે વ્યક્તિ કંતાન નો થેલો લઈ ને આવતા તેમને રોકી ને તપાસ કરતા થેલા માંથી જુદા જુદા લેબલ વારી ભારતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂ ની 4260 ના કિંમત ની કુલ 12 બોટલો મળી આવી હતી. તિલકવાડા પોલીસ દ્વારા મુદ્દામાલ કબ્જે કરીને બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બન્ને આરોપીઓને કોરોનાની તપાસ કરવા માટે ટીલકવાડા આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપવામાં આવ્યા છે.