રાજપીપળા : પેટ્રોલ ડીઝલના ભાવ વધારા મુદ્દે નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ, ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ભાવ વધારો પાછો ખેંચવા માંગણી કરી

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

ઈન્ટરનેશનલ માર્કેટ માં ક્રૂડ ના ભાવ ઓછા છે ત્યારે પેટ્રોલ નો ભાવ ઘટાડવાને બદલે સરકાર ભાવ વધારી રહી છે.

હાલ કોરોનાની મહામારી ને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકોના ધંધા રોજગાર ઠપ થતા લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે આજરોજ નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજપીપળા ના સફેદ ટાવર વિસ્તારમાં પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા મુદ્દે વિરોધ કરી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે

વિરોધ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હરેન્દ્રભાઈ વાળંદ, કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલ, કોંગ્રેસ ના પ્રદેશ મહામંત્રી હરેશભાઇ વસાવા, જતીન ભાઈ વસાવા, તાલુકા પ્રમુખ તેમજ યુથ કોંગ્રેસ સહિત ના જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહી રાજપીપળા ના સફેદ ટાવર વિસ્તાર માં બેનરો સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પેટ્રોલ ડીઝલ ના વધેલા ભાવ પાછા ખેંચવા માંગ કરી.

આ બાબતે નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્રભાઈ વાળંદે જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકાર દ્વારા કોરોનાની મહામારી દરમિયાન કે જ્યારે લોકોના ધંધા રોજગાર ઠપ છે લોકો મુશ્કેલીમાં છે ત્યારે રાતોરાત પેટ્રોલ અને ડીઝલમાં અસહ્ય ભાવ વધારો ઝીકી દીધો છે આવી પરિસ્થિતિમાં ભાવ વધારો કરવો યોગ્ય નથી જેથી આ ભાવ વધારો પ્રજાહિતમાં પાછો ખેંચવામાં આવે.

આ બાબતે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી હરેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે શ્રીમતી સોનિયા ગાંધીએ પણ ભાવ વધારા મુદ્દે વડાપ્રધાનને પત્ર લખ્યો છે આજે જ્યારે કોરોના મહામારી માં લોકડાઉન માં લોકોના ધંધા રોજગાર બંધ છે ત્યારે આવા સમયે ભાવવધારો ન કરવો જોઈએ અને પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *