રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધયમિક બોર્ડ દ્વારા જાહેર થયેલ એચ.એસ.સી. બોર્ડ પરીક્ષા માર્ચ-૨૦૨૦ ના પરિણામમાં ડીંડોલીની દીપ દર્શન વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓનું ખુબ શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે જેમાં શાળા અને સમગ્ર ડિંડોલી વિસ્તારમાં ૯૯.૯૯ પી.આર સાથે પટેલ નિધિ અલ્પેશકુમાર પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે આ સ્થાને અન્ય વિદ્યાર્થીઓ પટેલ વિધિ પ્રવીણભાઈ ૯૯.૯૭ પી.આર , ગઢવી ટ્વિંકલ ઇન્દ્રસિંહ ૯૯.૯૭ પી.આર , પટેલ કૃષ્ણ ચેતનભાઈ ૯૯.૯૬ પી.આર અને પટેલ સમર્થ મનહરકુમાર ૯૯.૯૩ પી.આર આ તમામ બાળકો એ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે આ સિવાય શાળાના ૩૮ વિદ્યાર્થીઓ એ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે
આવી જવલંત સફળતા પ્રાપ્ત કરવા બદલ અને શાળાનું નામ રોશન કરવા બાદલ સંચાલક દશરથભાઈ પટેલ,તુષારભાઈ પટેલ તેમજ આચાર્ય ભાવેશ આર. જોષી તમામ બાળકોને તેમજ તે વિદ્યાર્થીઓને સફતા આપાવનાર શિક્ષકો અને તેમના વાલીઓને હૃદયપૂર્વક ખુબ ખુબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.