રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવ પ્રશાસન કોરોના બાબતે ખુબજ સર્તક હોય જેથી અનલોક પીરીયડમાં પણ પાસ દ્વારા જ અવર જવર કરવા દેવામાં આવે છે. આ અવર જવર માટે ચેક પોસ્ટ ઉપર દીવ પ્રશાસને શિક્ષકો અને સરકારી કર્મચારીઓને ફરજ ઉપર મુકેલ છે ઘણાં લોકોના સંપર્કમાં આવતા આ કર્મચારીઓ માટે પણ સુરક્ષા જરૂરી હોય જેથી દીવ પ્રશાસન દ્વારા શિક્ષકો અને કર્મીઓનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા.