રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
તાજેતરમાં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ બાર ની પરીક્ષામાં રાજુલા શહેરની દીકરી સના હનીફભાઇ કાલવાતર એ ૯૮.૭૨ પી.આર અને ૮૩.૫૭ ટકા સાથે સમસ્ત મુસ્લિમ સમાજ અને રાજુલા શહેરનું નામ રોશન કર્યું છે. મહુવા શહેરની કે.જી. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમાંક તેમજ સેન્ટરમાં દ્વિતીય સ્થાને આવી સના બહેને ઉત્કૃષ્ટ સિધ્ધિ મેળવી છે. સના બહેન ભવિષ્યમાં શિક્ષક બની સમાજ સેવા કરવાની મહેચ્છા ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સના બહેન પોતાના પિતાના પગલે સામાજિક સેવાના ક્ષેત્રમાં પોતાનું નામ બનાવવા માંગે છે.