પંચમહાલ જિલ્લાના શહેરાના ચલાલી ગામે માતા પુત્રનો કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી.૭ મકાન કન્ટેઇનમેન્ટ ઝોનમાં અને ૪૭ લોકોને હોમ કોરોન્ટાઇન જ્યારે કે કુમાવત પરિવારના ૪ ને સરકારી કોરોન્ટાઈન કરવામાં આવ્યા.રાજસ્થાનનો કુમાવત પરિવાર સામાજિક પ્રસંગે રાજસ્થાન ગયું હતું ત્યાંથી પરત આવતા કોરોના મા સેમ્પલ લેવાતા પુષ્ટિ થઈ.
શહેરા તાલુકાના ચલાલી ગામે આવેલા ડી.પી ફળિયામાં રાજસ્થાનનો કુમાવત પરિવાર વ્યવસાયના કારણે લાંબા સમયથી વસવાટ કરે છે.કોરોના મહામારી દરમિયાન તેઓના વતન રાજસ્થાન ખાતે મરણ પ્રસંગ બનતા માતા અને પુત્ર રાજસ્થાન ગયા હતા જયાંથી પરત આવ્યા હતા તારીખ ૧૧મી જૂનના રોજ મંજુલાબેન પપ્પુભાઈ કુમાવત ઉ.વ. ૩૮ અને તેઓના પુત્રને તાવ આવતા વાઘજીપૂર ચોકડી ખાતે આવેલા ડો એ.જે .કૂવાવાલા ના ખાનગી દવાખાનામાં સારવાર લેતા કોઈ ફરક ન પડતા તેઓ તેજ દિવસે લુણાવાડા અન્ય એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જતા ત્યાંના તબીબને કોરોના જેવા લક્ષણો જણાતાં તેઓને સરકારી કોટેજમાં કોવિડ ૧૯ નો ટેસ્ટ કરવા માટે જણાવેલું જ્યા ૧૧તારીખે તેઓના સેમ્પલ લઈ આઇસોલેસન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા જ્યા ૧૫મી જૂનના રોજ તેઓનો કોવિડ ૧૯ નો ટેસ્ટ પોઝિટિવ આવતાં તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે કે ડી.પી.ફળિયામાં આવેલા ૭ મકાનોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં અને ૪૭ લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા જ્યારે કે કુમાવત પરિવારમાં મંજુલાબેન ના સાસુ સસરા એક પુત્ર તેમજ પુત્રી મળી ચાર જણ ને મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરા ખાતે સરકારી કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. ૧૧મી જૂનના રોજ માતા પુત્રની સારવાર કરનાર ડો એ જે કૂવાવાલા ને પણ હોમ આઇસોલેસન કરવામાં આવ્યા છે .શહેરા પ્રાંત જય બારોટ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો ભરત ગઢવી પોતાના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા અને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યા હતા.