રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદ બાદ હવામાન ખાતાની આગાહીના પગલે બગસરામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ખેતરો માં પાણી ભરાયા હતા. તે દરમિયાન બગસરાના ગોકુળપુરા વિસ્તારમાં એક 14 વર્ષ નો છોકરો પોતાના મકાન ઉપર આવેલ અગાસીમાં આ વરસાદ ની મોજ માં નહાતો હોય તે દરમિયાન અચાનક વિજળી મકાનના સ્લેપ ઉપર પડતાં તે બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હાલ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી અને છોકરાને પીએમ અર્થે બગસરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. ત્યારે હાલ બગસરા પંથકમાં છેલ્લા ઘણા સમયથી અવિરત વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે બગસરા શહેરમાં ગોકળપરા વિસ્તારના ભુતનાથ પાસે જે.ઈ.બી. એક બ્રેકર ઉપર વીજળી પડતા તે પણ બળીને ખાખ થઇ ગયેલ છે તેવા પણ અહેવાલ જાણવા મળ્યા.