રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
પ્રાપ્ત માહિતી અનુસાર રામ પટેલના મુવાડા ગામે આવેલ બેંક ઓફ બરોડાની ગ્રામીણ શાખામાં સોશ્યલ ડિસ્ટર્ન્સિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહમારીના કારણે અનેક મુશ્કેલીનો સમાનો કરી રહ્યું છે, ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા જેનાથી કોરોના વાઈરસની સંક્રમણ રોકી શકાય. ત્યારે આ ગ્રામીણ બેંકના કર્મચારીઓ દ્વારા જે લાપરવાહી કરવામાં આવી રહી છે તેનાથી આવનારા સમયમાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં વધારો થશે તો એના માટે કોણ જવાબદાર?
મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર કોઇ પણ પ્રકારની લગામ લગાવવામાં નિષ્ફળ નીવડ્યું છે ત્યારે જિલ્લામાં ચાલી રહેલા આ પ્રકારના બનાવો આવનારા સમયમાં વધુ કેસો લઈને આવે તો એમાં નવાઈ નહિ.