રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ નગરપાલીકા છેલ્લા ઘણા સમયથી કચરો ઠાલવવા બાબતે વિવાદમાં રહી છે ત્યારે માંગરોળના મકતુપુર ગામે કચરો ઠાલવવા બાબતે ગામ તેમજ નગરપાલીકા આમને સામે જેવી સ્થીતિ સર્જાઇ છે.
આજે નગરપાલિકા જે સી બી દ્વારા મકતુપુર ગામે કચરો ઠાલવવાની જગ્યા સાફ કરવા જતાં ગામલોકોએ હોબાળો કર્યો હતો અને આ જગ્યા સાફ નહી કરવા દેવા જે સી બી ના આડે બેસી ગયા હતા અને હોબાળો મચાવતા તાત્કાલીક પોલીસ બોલાવી મામલો થાળે પાડવાની કોષિશ કરાઇ હતી પરંતુ ગામલોકો એકના બે ન થતાં આખરે જુનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા તેમજ માજી ધારા સભ્ય ભગવનજીભાઈ કરગટીયા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ રામભાઈ કરમટા દ્વારા મકતુપુર ગામની મુલાકાત લીધી હતી અને ગામના લોકોને આસ્વાશન આપી મામલો થાળે પાડયો હતો.ખાસ કરીને માંગરોળ નગરપાલીકા કચરો ઠાલવવા બાબતે અવાર નવાર વિવાદમાં સપડાઇ છે ત્યારે આજે મકતુપુર ગામેપણ ગામલોકો દ્વારા કચરો નહી ઠાલવવાના વિવાદથી મુલતવી રહયો છે હાલ રાજકીય આગેવાનો દ્વારા માંગરોળ વિસ્તારની બીજી જગ્યાઓનું પણ નિરિકક્ષણ કરવામાં આવી રહયું છે.પણ હાલ નગરપાલિકા નિસ્થીતી જાયેતો જાયે કહા અને માંગરોળ નો ઘન કચરાનો પ્રશ્ન જેસે થે વેશેહી જેવો ઘાટ.