રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
રાજપીપળા : નર્મદા જીલ્લામાં મનરેગાદ્વારા થતા વિકાસના કામોનું ઇ-ટેન્ડર ઓનલાઇન પધ્ધતિ તાત્કાલીક ધોરણે અટકાવવા બાબતે સરપંચ પરિષદ નર્મદા ઝોન સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનમાં જણાવ્યા મુજબ નર્મદા જીલ્લાના તમામ સરપંચો દ્વારા કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારના પરિપત્ર મુજબ સરકારની વિવિધ યોજનાઓ જેમાં એ.ટી.વી.ટી., ગુજરાત પેર્ટન, ૧૫% ધારા સભ્ય ગ્રાન્ટ, સાંસદ સભ્ય ગ્રાન્ટ જેવી તમામ પ્રકારની યોજનાઓ દ્વારા પાંચ લાખથી નીચેના કામો ગ્રામ પંચાયતોના નેજા હેઠળ તેમજ સરપંચોની આગેવાનીમાં પાંચ લાખથી નીચેના વિકાસના કામો થતા હોય છે. તેવા જ વિકાસના કામો જે મનરેગા શાખા જીલ્લા પંચાયત નર્મદા દ્વારા ઇ-ટેન્ડરીંગ તા.૧૮/૬/૨૦૨૦ ના રોજથી પ્રારંભ કરવામાં આવી રહ્યું છે. તે નર્મદા જીલ્લાની તમામ ગ્રામ પંચાયતોને અન્યાય થઇ રહ્યો છે. તેથી જીલ્લાના તમામ સરપંચો એ વિરોધ કર્યો.
ઇ-ટેન્ડરીંગ પધ્ધતિ તાત્કાલીક ધોરણે રદ કરવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર આજે નર્મદા કલેક્ટર ને આપ્યું છે. જેમાં સરપંચ પરિષદ નર્મદા ઝોન સમિતિ ના પ્રમુખ નિરંજનભાઈ વસાવા સહિતનાઓ હાજર રહ્યા હતા.