રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
આજ રોજ ચોમાસાની ઋતુ સંદર્ભે વિરણીયા પ્રા.આ. કેન્દ્ર. ખાતે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો ન થાય તે માટે જૂન માસ મલેરીયા માસ ની ઉજવણી અને નેશનલ વેક્ટર બોર્ન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકાર શ્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરાઇ. જૂન માસ મલેરીયા વિરોધી માસ તરીકે ઓળખાય છે જેમાં વિવિધ કામગીરી થાય છે મેલેરિયાને નાશ કરવા માટે મચ્છરોનો નાશ કરવો જરૂરી છે. તે માટે પાણીની તપાસ હાથ ધરાઈ છે.