રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
માનનીય સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની માર્ગદર્શનથી વેરાવળ માં કન્ટેનમેન્ટ ઝોન માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર અને જિલ્લા આર્યુવેદીક વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે વૉર્ડ નંબર 3 કન્ટેનમેન્ટ ઝોનમાં ઉકાળા નું વિતરણ કર્યું હતું. જેમાં ભીડીયા -2 આંગણવાડી ના બહેનો, આશા વર્કર, મેડિકલ ઓફિસર ડો.નીલમબેન વાળા , સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ના સંયોજક કૌશલભાઈ વાઘેલા તથા મિતેનભાઈ વધવાણા અને સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર ના યુવાનો ની ઉપસ્થિતિ અને સહયોગ દ્વારા આ સેવાકીય કાર્ય નું આયોજન સફળ રહ્યું હતું અને આ કાર્ય આગામી બે દિવસ સુધી કાર્યરત રહેશે.