રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. 24 કલાકમાં નાંદોદમાં, ગરુડેશ્વર અને દેડીયાપાડા ના ત્રણ તાલુકામાં સારો વરસાદ થયો છે, વરસાદના આંકડા પ્રમાણે દેડિયાપાડામાં 32 મીમી (દોઢ ઇંચ ),નાંદોદમાં 14 મીમી (પોણો ઇંચ) ગરુડેશ્વર તાલુકા માં 11 મીમી વરસાદ થયો છે આજે 24 કલાકમાં કુલ વરસાદ 68 મીમી ની (સરેરાશ 14 મીમી) વરસાદ થયો છે.
રાજપીપળામાં પણ ખેતીલાયક સારો વરસાદ થયો છે.રાજપીપળામાં ભારે વરસાદથી ઠેરઠેર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. રોડ પર અને ગલીઓમાં પાણી ભરાયા છે.
વરસાદની આવકથી નર્મદાના વિવિધ ડેમની સપાટીમાં પણ વધારો નોંધાયો છે. જેમાં નર્મદા ડેમની સપાટી 127.68 મીટરે પહોંચી છે. કરજણ ડેમની સપાટી 100 મીટર, નાના કાકડીઆંબા ડેમ 187. 78 મીટર, ચોપડાવાવ ડેમની 187.41 મીટર સપાટી નોંધાઈ છે.