રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
ઉનાનાં ગીરગઢડા તાલુકાનાં વડવીયાળા ગામે સરકારી જમીનમાં પેશકદમી થઈ હતી જે ગ્રામ પંચાયત દુર કરતા ન હોય ગામનાં આગેવાન ભીખાભાઈ લીંબાણીએ જીલ્લા વિકાસ અધિકારીને ફરીયાદ કરતા પેશકદમી દુર કરવા માંપણી કરી હતી. કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવા વડવીયાળા ગામના સરપંચ ઉમાબેન પાલાભાઈ સાંખટને તા.૩૧/૫/૨૦૨૦ સુધીમાં પેશકદમી દુર કરવા હુકમ કરેલ હતો પરંતુ સરપંચે કોઈ કાર્યવાહી ન કરતા તા.૧/૬/૨૦૨૦ ના રોજ ગીરસોમનાથ જીલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરે ઉના તાલુકા વિકાસ અધિકારીને હુકમ કરી સરપંચ ઉમાબેન પાલાભાઈ સાંખટને સરપંચપદે દુર કરવા કરતા તેની બજવણી કરાઈ હતી અને સરપંચનો ચાજર્ ઉપસરપંચને સોંપવાનુ કહેતા ગત તા.૪/૬/૨૦૨૦ ના રોજ વડવીયાળા ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ બાલુભાઈ અરજણભાઈ રામએ પણ ઉના તાલુકા વિકાસ અધિકારીને લેખીતમાં પોતે અંગત કારણોસર ઉપસરપંચ પદેથી રાજીનામુ આપી દેતો પત્ર લખી દેતા વડવીયાળા ગ્રામ પંચાયત હાલ સરપંચ અને ઉપસરપંચ વગરની થઈ ગઈ છે. હાલ વહીવટદારનુ શાસન આવે તેવુ લાગે છે અને સરકારી જમીનની પેશકદમી બાબતે સરપંચને સસ્પેન્ડ કર્યાનો બનાવ ભાગ્યે બને છે. જો દરેક ગ્રામ પંચાયતમાં આવી કામગીરી કરાય તો ગ્રામ પંચાયતોની જમીન, ગૌચર જમીન આપોઆપ ખુલ્લી થઈ જાય તેમ છે આ નોંધપાત્ર ચુકાદો છે.