રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે ધોરણ-૧૨નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ગુજરાત રાજ્યમાં ૭૬.૨૯ ટકા પરિણામ આવવાની સાથે ધોરણ ૧૨ની સામાન્ય પ્રવાહની પરિક્ષામાં ૨૮૩૬૨૪ વિધાર્થીઓ પાસ થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ ૧૨નું સામાન્ય પ્રવાહનું પરિણામ ૬૧.૨૯ ટકા આવવાની સાથે ૫૮૮૧ વિધાર્થીઓ પાસ થયા છે.
જિલ્લામાં ૫ વિધાર્થીઓએ એ-૧ ગ્રેડ પાપ્ત કર્યો છે. જિલ્લામાં વધુ પરિણામ વેરાવળ કેન્દ્રનું ૭૮.૬૪ ટકા અને ઓછુ પરિણામ ડોળાશા કેન્દ્રનું ૩૦.૨૧ ટકા આવ્યું છે. ૯૯.૯૩ પર્સન્ટાઈલ સાથે જ્ઞાનદિપ વિદ્યામંદિર સવનીની વિધાર્થીની અલ્પાબેન પરમાર જિલ્લામા મોખરે રહી છે. તેઓને જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશે શુભેચ્છા પાઠવી છે. તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ.કૈલાની યાદીમાં જણાવાયું છે.