રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
આગામી ૨૧ તારીખે કંકણાકૃતિ સૂર્યગ્રહણ થનાર હોય જેના કારણે સોમનાથ મંદિર અને ટ્રસ્ટ હેઠળના તમામ મંદીરૉ માં તા.૨૧ ની સવાર થી બપોર ના ૦૧:૨૩ વાગ્યા સુધી તમામ પૂજા,આરતી કાર્યો બંધ રેહશે.સવાર ની પ્રાતહ પૂજા આરતી અને બપૉર ની મધ્યાન્હ પૂજા આરતી બંધ રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.જેના કારણે ૨૧ તારીખે સોમનાથ મંદિર ના દર્શન નો નિયત સમય બદલીને સવાર ના ૬ થી બપોરના ૧, અને બપોરે ૨.૩૦ થી લઈને ૬.૩૦ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.