રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
યાત્રાધામ અંબાજી માં દિવસે દિવસે ચોરી ના કેશો વધી રયા છે. હાલ માં થોડા દિવસ પહેલા એક મકાન પર ના ઉપર ના પતરા તોડી ને ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો હતો. હજી ગણતરી ના દિવસો માજ ગઈ રાત્રે અંબાજી ના ડી.કે.સર્કલ સામે આવેલું હરનેશ્વર કોમ્પ્લેક્સ ની દુકાનો માથી ચાર દુકાનો ના તાળા તોડી ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો છે.
યાત્રાધામ અંબાજી મા ચોરી ના મામલા વધતા સ્થાનિક લોગો માં ભય નો માહૌલ જોવા મલી રયો છે. લોકડાઉન મા વ્યપારીઓ અને લોકો ની હાલત ફકોડી બની ગઈ છે. અને હાલ ચાલુ અનલોક 1 મા વેપારી અને લોકો પોતાની જીવિકા માટે ફરી થી ધન્ધા રોજગાર ચાલુ કર્યા છે. પણ વેપારીયો ની દુકાનોમા ચોરીયો થવા થી લોગો નું દુઃખ છલકાઈ રયુ છે. અને અંબાજી ના સ્થાનિક લોગો પ્રશાસન સામે પ્રશ્ન લગાવી રયા છે કે હાલ અનલોક 1 મા રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ ના દરમ્યાન ચોરી ની વરદાતો કેવી રીતે વધી રહી છે.