રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
દીકરીએ વાંચન પર મહાસિદ્ધિ હાંસલ કરી, ઇશિતા પરમારના માતા-પિતા મજુરી કામ કરી દીકરીને ભણાવી રહ્યા છે.
ડો. બાબા સાહેબ આંબેડકરના શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરોના સુત્ર સાથે આગળ વધી ઈશિતાને કલેકટર બનવાની ખ્વાહીશ
કેશોદમાં ધોરણ ૧૨નું જનરલ પરિણામ ૬૦ ટકા આવ્યું છે ત્યારે કેશોદના પરમાર પરિવારની દીકરીએ ઝળહળતું પરિણામ હાંસલ કરી દલિત સમાજ તેમજ કેશોદનું ગૌરવ વધાર્યું છે. કેશોદમાં રહેતી ઈશિતા જયંતીભાઈ પરમારે ધો.૧૨માં ૯૮.૭૭ પીઆર મેળવ્યા છે. તેમાં કેશોદની જી.ડી.વી સ્કૂલમાં ઈશિતા પરમારનો સ્કૂલમાં પ્રથમ ક્રમાંક આવતા માતા પિતા પરિવારનું તેમજ સમગ્ર દલિત સમાજનું નામ રોશન કરતી દીકરી ઈશિતા અને તેમના માતા પિતાના સંઘર્ષની વાત સાંભળીને કોઇ પણની આંખમાં આંસુ આવી જાય તેવી છે. ઈશિતાના માતા પિતા ઈશિતા ના અભ્યાસ માટે ખૂબ મેહનત કરી રહ્યા છે તેમના માતા-પિતા કાળી મજૂરી કરી ઈશિતાને અભ્યાસ કરાવી રહ્યા છે. જ્યારે દીકરી ઈશિતાએ તેમના માતા પિતાને પ્રથમ નંબર લાવીને દીકરીએ પરિણામ સામે આપી દીધું છે.
ઈશિતાના ભણાવવા માટે તેમના માતા પિતાએ ક્યારે પણ હિંમત નથી હારી અને ઈશિતાને ઉચ્ચ શિક્ષણ આપવા મનમાં નિર્ધાર કરી લીધો છે.
ઈશિતાએ ખૂબ વાંચન કરી સિદ્ઘિ હાંસલ કરી અન્ય વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો છે કે ઘરે વાંચન કરીને પણ ઉચ્ચ પરિણામ હાંસલ કરી શકાય છે. ઈશિતા રોજ કલાકો સુધી વાંચન કરતી હતી. ઈશિતાનું સારૂ પરિણામ આવ્યું તેનાથી માતા પિતાને મોટી ખુશી કંઇ હોય શકે. ઈશિતાના આ પરિણામ પાછળ સ્કૂલના શિક્ષકોનો પણ એટલો જ ફાળો છે જેટલો તેમના માતા-પિતાનો છે. શાળા તરફથી ખૂબ મદદ મળી છે. ઈશિતાને આગળ ખૂબ અભ્યાસ કરીને કલેકટર બનવા નું સપનું છે.