કેશોદની બજારોમાં ખારેકનું આગમન

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

બજારમાં કચ્છ અમૃત અને ઇઝરાયલ ખારેકનું આગમન દુકાનો લારીઓમાં ખારેકનુ વેચાણ શરીરમાં અનેક રોગોમાં ફાયદારૂપ ખારેક એક ઔષધ સમાન

ચોમાસાની શરૂઆત થતા ખારેકનું બજારમાં આગમન થાય છે હાલમાં શહેરમાં ઠેરઠેર ફ્રૂટની દુકાનો તથા લારીઓમાં ખારેક જોવા મળી રહી છે કચ્છ અને ઈજારાયલના નામે સુપ્રસિદ્ધ ખારેક બજારોમાં વેંચાય છે. જે ખારેક વધુ પડતી કચ્છ અને રેતીયાણ વિસ્તારમાં વધુ ખેતી થાય છે ત્યારે સોરઠની ધરતીમાં પણ અનેક જગ્યાએ ખેડુતો ખારેકની ખેતી તરફ આગળ વધી વધી રહયા છે અને તેમા સફળતા પણ મેળવી. અને ઓછા ખર્ચે સારૂ વળતર મેળવી રહ્યા છે

ખારેકમાં વિટામીન એ કે બી કેલ્શિયમ મેગનેશીયમ મેંગેનીઝ પોટેશિયમ સલ્ફર આયર્ન કોપર સહીતના પ્રોટીનસથી ભરપુર હોવાથી શરીરમાં અનેક રીતે ફાયદાકારક છે હાલમાં બજારોમાં ખારેકનુ આગમન થયુ છે જોકે હજુ ખરીદીમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળે છે પચ્ચાસ થી સાંઠ રૂપીયા પ્રતીકિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *