રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
આજે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ના ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ઓનલાઇન પરિણામ જાહેર થયું હતું જેમાં ધોરણ 12નું નર્મદા જિલ્લાનું પરિણામ 71.13% આવ્યુ.
જેમાં સૌથી ઓછું પરિણામ રાજપીપળા કેન્દ્રનું 47.07% અને સૌથી વધુ પરિણામ સેલંબા કેન્દ્રનું 94.33 % પરિણામ આવ્યું છે નર્મદા માં કુલ જિલ્લાનું પરિણામ માં કુલ 2785 વિદ્યાર્થીઓ પૈકી 1976 વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્યારે 809 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
જ્યારે ગ્રેડ વાઇસ પરિણામ જોતા એ વન ગ્રેડ માં એક પણ વિદ્યાર્થી આવ્યો નથી.તો એ ગ્રેડ ટુ માં પણ માત્ર ત્રણ વિદ્યાર્થીઓ આવ્યા છે . જ્યારે બી વન ગ્રેડ માં 144, બીટુ ગ્રેડમાં 544, સી વન ગ્રેડમાં 786, સી ટુ ગ્રેડમાં 450, ડી ગ્રેડમાં 41, ઇ ગ્રેડમાં શૂન્ય વિદ્યાર્થીઓ આવ્યા છે. કુલ વિદ્યાર્થીઓ 1976 પૈકી કુલ 4138 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 809 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
કેન્દ્ર પરિણામ જોતા સૌથી વધુ પરિણામ સેલંબા કેન્દ્રનું 529 વિદ્યાર્થીઓ પૈકી 499 વિદ્યાર્થીઓ પાસ થતાં અને 30 વિદ્યાર્થીઓ નાપાસ થતાં કેન્દ્રનું પરિણામ 94.9 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ રાજપીપળા કેન્દ્રમાં 784 વિદ્યાર્થીઓ પૈકી 369 વિદ્યાર્થીઓ પાસ થતાં અને 418 વિદ્યાર્થીઓ નાપાસ થતા રાજપીપળાના કેન્દ્રનું પરિણામ 47.07 ટકા આવ્યું છે. જ્યારે તિલકવાડા કેન્દ્રમાં 303 વિદ્યાર્થીઓ પૈકી 248 વિદ્યાર્થીઓ પાસ થતાં અને 55 વિદ્યાર્થીઓ નાપાસ થતા તિલકવાડા કેન્દ્રનું પરિણામ 81. 85 ટકા આવ્યું છે જ્યારે ગરુડેશ્વર કેન્દ્રમાં 420 વિદ્યાર્થીઓ પૈકી 362 વિદ્યાર્થીઓ પાસ થતાં અને 418 વિદ્યાર્થીઓ નાપાસ થતાં ગરુડેશ્વર કેન્દ્રનું પરિણામ 86.10 ટકા આવ્યું છે.