રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
શિક્ષણ વિભાગની સુચના અનુસાર આજથી નર્મદા અને ભરૂચ જિલ્લામાં 15મી જૂનથી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન લર્નિંગ અભ્યાસનો સત્તાવાર રીતે આરામ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર ની ગાઈડલાઈન મુજબ ધોરણ 3 થી 12 માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવશે ધોરણ-1 અને 2 માટે વિડીયો બનાવીને મોકલવા માં આવતી ત્યારે વાલીઓમાં મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા છે.
બીજી તરફ ઓનલાઇન અભ્યાસનો વાલીઓ શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં આજથી નર્મદા જિલ્લામાં શરૂથનારા ઓનલાઇન આ અભ્યાસ કેવો અને કેટલો સફળ થશે એ તો સમય જ બતાવશે જેમાં રાજપીપળા શહેરની અને નર્મદા ની તમામ શાળાઓ જેવી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ, ખાનગી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ નો પણ સમાવેશ થયો છે.
આ અંગે વાલીઓને પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન જિલ્લામાં હિજરત કરી ગયેલા પરિવારના બાળકોના અભ્યાસનો શું ? ગરીબ બાળકો, શ્રમિકોના બાળકોને, નિમ્ન મધ્યમવર્ગના બાળકો કે જેઓના વાલીઓ પાસે સ્માર્ટફોન નથી ઘરે ટીવી નથી તેવા બાળકોના અભ્યાસનો શું ? રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ હજુ પ્રવેશ પ્રક્રિયા થઇ નથી તેવા બાળકોના અભ્યાસ શું ? 10 થી 12 વર્ષનાં બાળકો ઓનલાઇન ભણી શકશે ખરું ? એવા અનેક વિવિધ પ્રશ્નો ઓનલાઇન અભ્યાસના આરંભે ઉભા થયા છે.
એક વાલી સજનભાઈએ જણાવ્યું હતું કે હજુ પુસ્તકો બજારમાં આવ્યા નથી. શાળાઓની ઓનલાઇન વ્યવસ્થા છે. પણ ગુજરાતી માધ્યમ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે 15મી જૂનથી શરૂ થતા ઓનલાઇન શિક્ષકને વાલીઓ તરફથી નબળો પ્રતિસાદ મળશે. વાલીમંડળના સદસ્ય રાજેશભાઈએ જણાવ્યું હતું કે વાલી મંડળ ઓનલાઇન શિક્ષક નો વિરોધ કરે છે.
શાળાના આચાર્યએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને ટીવી દ્વારા ડીડી ગિરનાર ચેનલ પર અથવા સ્માર્ટફોન મોબાઇલમાં એજ્યુકેશન એડીમકેશન દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. બીજી તરફ આરટીઇ કાયદાનો મૂળ હેતુ મુજબ બાળકો સાથે કોઈપણ આ પ્રકારે ભેદભાવ થવો જોઈએ નહીં ગરીબ અને અમીર બાળકો એક સાથે એક સરખું શિક્ષણ મળવું જોઈએ. ગુજરાત સરકાર ની ગાઈડલાઈન મુજબ ધોરણ 3 થી 12 માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવશે ધોરણ 1 અને 2 માટે વિડીયો બનાવીને મોકલવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટીવી અને મોબાઇલ દ્વારા શિક્ષણ આપવામાં આવશે માઈક્રોસોફ્ટ નું સોફ્ટવેર, એડીમેકેશન મોબાઇલ અને કોમ્પ્યુટરમાં વાલીઓને આપવામાં આવ્યા છે. તો સ્માર્ટફોન, ટીવીથી વિદ્યાર્થીઓનો અભ્યાસની જવાબદારી વર્ગ શિક્ષકની શાળાની બની જાય છે.
બે ટંકના ભોજનના ફાંફા હોય તો સ્માર્ટ ફોન ક્યાંથી હોય ? સુરેશ સુહાગિયા
નર્મદાના આદિવાસી વિસ્તારના ગામડાના વલી રામાભાઇ જણાવ્યું હતું કે ઓનલાઇન શિક્ષણ એકદમ નિષ્ફળ જાય છે. ગરીબ અને શ્રમજીવી ઓને બેઠક ભોજનના ફાંફા છે.એવી પરિસ્થિતિમાં એન્ડ્રોઇડ ફોન, સ્માર્ટ મોબાઈલ ફોન કે ટીવી તેઓ પાસે ક્યાંથી હોય ? તેવા અનેક પ્રશ્નો વચ્ચે શરૂ થયેલી આજથી શરૂ થનાર ઓનલાઇન અભ્યાસ કેટલો સફળ થશે એ તો સમય જ બતાવશે.