અમરેલી જિલ્લાના બગસરામાં ફરી એકવાર કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી.

Amreli
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આવેલા વડલાફળી માં રહેતા દિલીપભાઈ ના ઘરે અમદાવાદથી આવેલા રેખાબેન નવીનભાઈ માંડલીયા ઉંમર વર્ષ 51 તારીખ 11. 6. 2020 ના રોજ બગસરા આવેલા હતા તેના ભાઈ દિલીપભાઈ ના ઘરે એક રાત રોકાયા બાદ પોતાને શંકા જતા રેખાબેન પોતે અમરેલી હોસ્પિટલમાં દાખલ થયા ત્યાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાનું શરૂ થઇ ગયું છે.

મળતી માહિતી મુજબ આજરોજ અમરેલીના બગસરા શહેરમાં વિજય ચોક પાસે આવેલા વડલાફળી માં રહેતા દિલીપભાઈ તેના ઘરે પોતાની બહેન રેખાબેન અરવિંદભાઈ માંડલીયા ઉવ. 51 અમદાવાદ થી બગસરા દિલીપ ભાઈ ના ઘરે અમદાવાદ થી તારીખ 10 ના રોજ નીકળી તારીખ 11 ના રોજ બગસરા આવેલા બે દિવસ રોકાયા બાદ રેખાબેન ને શંકા જતા અમરેલી હોસ્પિટલમાં પોતાની જાતે દાખલ થતા કોરોના પોઝિટિવ રિપોર્ટ મળતા બગસરા વિભાગ નગરપાલિકા મામલતદાર કચેરી બગસરા પોલીસ સ્ટાફ અને બગસરા નગરપાલિકાના સભ્યો દ્વારા તાત્કાલિક વિજય ચોક ના વડલાફળી ના વિસ્તારને કન્ટેન્મેન્ટ જોન જાહેર કરવાની કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે તેમ જાણવા મળેલ છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *