રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
નાંદોદ તાલુકાના વવિયાલા ગામે ખેડૂતોને પણ માસ્ક બાંધી ખેતી કામ શરૂ કરતાં કોરોનામા ખેતરોમાં માસ્ક ફરજિયાત બન્યો.
ખેતી કામ કરતા મજૂરોને પણ માસ્ક પહેરાવી કામમાં જોતરાયા.
નર્મદાના વધતા જતા કોરોના પોઝિટિવ કેસ ને ધ્યાને રાખી બળદોને પણ માસ્ક બાંધવા પડ્યા છે. ખેડૂત જીતેન્દ્રભાઈ
નર્મદા જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં કોરોના ના કેસો માં અચાનક વધારો થયો છે. જેમાં અત્યાર સુધીમાં 31 જેટલા પોઝિટિવ કેસ થયા છે. અને તે પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેસો થયા છે ત્યારે લોક ડાઉનમાં ખેડૂતો ખેતરોમાં જઈ શક્યા ન હતા હવે અનલોક-1 માં છૂટછાટ મળી છે, ત્યારે અને છેલ્લા ચાર-પાંચ દિવસથી નર્મદામાં ખેતી લાયક વરસાદ થતાં ખેડૂતો ફરી એકવાર ખેતીમાં થયા છે. પણ આ વખતનું દૃશ્ય કંઈક જુદું જ છે. કોરોના ની ચિંતા ખેડૂતોને અને તેમના વહાલસોયા બાળકોને પણ સતાવી રહી છે. નાંદોદ ના વવિયાલા ગામે ખેડૂતો તો માસ્ક લગાવીને ખેતરમાં નીકળ્યા જ છે, પણ પહેલીવાર ખેડૂતોએ પોતાના બળદોને પણ કોરોના નો ચેપ ન લાગે તે માટે તેમને પણ માસ્ક લગાવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે પાતળા હોવા જાય તેવા કાપડથી મોઢે બાંધ્યા છે. આમ હવે નર્મદામાં ખેતરોમાં પહેલીવાર ખેડૂત અને બળદ બંને એકસાથે માસ્ક પહેરીને ખેતીકામ કરતા થઈ ગયા છે. ખેડૂત એ જણાવ્યું હતું કે અમે અમારા ખેતરમાં ખેતીકામ કરવા માટે આવતા મજૂરોને પણ ફરજિયાત માસ્ક આપી માસ્ક પહેરાવી કામ કરાવીએ સાથે સાથે દરેકને સેનેટાઈઝર પણ કરાવીએ છીએ.