બ્યુરોચીફ: ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠે આવેલ બાબરકોટ ગામ ના રહેવાસી એવા સુરેશ કાળુભાઈ સાંખટ ધોરણ -10 માં રાજુલા તાલુકાની કુંભારીયા ગામે આવેલી ઓમ્ ઈન્ટરનેશનલ વિધા સંકુલ માં અભ્યાસ કરતો હતો. ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલા એસ.એસ.સી બોર્ડ ના પરિણામમાં રાજુલા તાલુકામાં સુરેશ સાંખટે 99.59 પી.આર. સાથે પાસ થયેલ છે સમગ્ર રાજુલા તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમસ્ત કોળી સમાજ તથા શાળા પરિવાર નું ગૌરવ વધાર્યું છે ત્યારે સામાન્ય ખેડૂત પરિવાર અને ગામડામાંથી આવતા વિધાર્થી એ સાબિત કરી દીધું કે અડગ મનના મુસાફર ને હિમાલય પણ નડતો નથી વિષમ પરિસ્થિતિ માં પણ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરી સુરેશ સાંખટે બાબરકોટ ગામનું નામ રોશન કર્યું એસ.એસ.સી.બૉડ મા શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલે અભિનંદન આપવા માટે પુવૅ સંસદીય સચિવ શ્રી હિરાભાઇ સોલંકી એમના ઘરે જઇ એમનુ સન્માન કરી ગૌલ્ડ મેડલ અને ૧ વ્રષ ની સ્કુલ ફી અને ટ્રાવેલસ ખર્ચ હીરાભાઈ સોલંકી તરફ થી આપશે. આ કોળી સમાજ ના વિઘાથી છે જે પેલા ઘોરણ મા હતા ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેનદ્ર ભાઇ મૌદી સાહેબ એ પણ આજ રીતે પ્રોત્સાહન આપ્યુ હતુ ગર્વ છે મને અને મારાં કોળી સમાજ ને આવા છોકરાઓ પર કે જે પોતાના માતા પિતા અને સમાજ નુ નામ પણ રોશન કરે છે તે બદલ હીરાભાઈ સોલંકી, કરશનભાઈ પરમાર, હરેશભાઈ મકવાણા, અશોકભાઈ બારૈયા લાખાભાઇ સાંખટ, નનાભાઈ જાદવ તથા સમસ્ત કોળી સમાજ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. બાબરકોટ ગામનાં શૈક્ષણીક કાર્યો માટે જાણીતા ખૂબ જ પ્રખ્યાત વિવિધતામાં એકતા ગ્રુપ બાબરકોટ તમામ સભ્યો અને ગ્રુપના પ્રમુખશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ દ્રારા ગામનાં તમામ તેજસ્વી વિધાર્થીઓને રૂબરૂ મળીને શુભેચ્છા પાઠવી હતી.